દિલમાં તારા પ્રેમની મેં, | જ્યોત જલાવી રાખી છે |
મળે ના ભલે દુનિયા મને, | બસ તું મળે તો કાફી છે |
દિલમાં તારા પ્રેમની મેં, | જ્યોત જલાવી રાખી છે |
નશીબદાર છે દુનિયા માં, | જેને મળી દોલત પ્રેમની |
પ્રેમ સામે કિંમત કઈ છે, | હીરા મોતી તખ્ત તાજની |
મેં તો તારી યાદને, | નસ નસ માં વસાવી રાખી છે |
મળે ના ભલે દુનિયા મને, | બસ તું મળે તો કાફી છે |
ચાંદને ભલા ક્યાં ખબર છે, | ચકોરીની ચાહતની |
રાતભર ચાંદને નીરખી, | તરસ છુપાવે મનની |
તું આવ ચકોરી કરતો, | પણ વધારે ચાહત મારી છે |
મળે ના ભલે દુનિયા મને, | બસ તું મળે તો કાફી છે |
મને હવે તારા સિવાય, | કોઈ આશા રહી નથી |
હોઠો પર બસ નામ તારું, | બીજી કોઈ વાચા નથી |
તું બની નશીબ મારું, | એવી અભિલાષા મારી છે |
મળે ના ભલે દુનિયા મને, | બસ તું મળે તો કાફી છે |
દિલમાં તારા પ્રેમની મેં, | જ્યોત જલાવી રાખી છે...