સ્મૃતિના વહેણ તમારા...
સ્મરણમાં ડૂબ્યા હોત
તો હું તમારી સાથ હોત...
સામે આવી, એક સ્મિત સાથ કહેતે...
હું તમારી સાથે
તો હું તમારી સાથ હોત...
તમારી અક્ષને પલકે
મારી વાટ જોઈ હોત
તો હું તમારી સાથ હોત...
તમે જે ક્ષણ બહાર નીકળ્યા હોત
તમે મને મેળાપની જિજ્ઞાસા કરી હોત
તો હું તમારી સાથ હોત...
ઘોરા શશી નો તેજ સમગ્ર ક્ષિતિને સમાયલય
તેમ તમારી સ્મૃતિમાં સમાયેલો હોત
તો હું તમારી સાથ હોત...
સૂર્યના તેજ સમાન...
તમારી રાવ મારા પર વર્શી હોત
તો હું તમારી સાથ હોત...